WHAT AFTER SSC AND HSC | ધોરણ 10 પછી શું | ધોરણ 12 પછી શું
WELCOME TO WWW.KAMALKING.IN EDUCATIONAL AND LATEST JOBS UPDATES PORTAL SINCE 2012.
વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સને પરીક્ષાના પરિણામ આવ્યા બાદ સૌથી અગત્યનો પ્રશ્ન વિધાર્થીઓને સતાવતો હોય તો એ છે, કે ધોરણ 12 પછી શું ? એમાં પણ ધોરણ 12 સાયન્સ પછી શું ? ધોરણ 12 કોમર્સ પછી શું ? ધોરણ 12 આર્ટ્સ પછી શું ? તો આજે www.kamalking.in ટીમ દ્વારા આ લેખમાં તમને કારકિર્દી માર્ગદર્શન અંગે માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે જે તમને ઉપયોગી સાબિત થશે.
|
AFTER SSC AND HSC COURSES LIST |
ઘણા વિદ્યાર્થીઓ પોતાના મિત્રોને અનુસરે છે, મિત્રને પૂછે કે ધોરણ 12 સાયન્સ પછી શું કરીશું? તો કહે "આપણે તો નક્કી છે" એટલે કે એક મિત્રને તેના રસ-રૂચિ અંગે સમજ હોય છે તો એ પોતે પોતાની પસંદગી આધારિત કોર્ષ લઈ આગળ વધે છે, પણ એવા વિદ્યાર્થીઓ કેટલા ? બહુ ઓછા મોટાભાગના વિદ્યાર્થી નક્કી નથી કરી શકતા કે શું કરવું ?તો તેવા વિદ્યાર્થીઓ માટે આ લેખ છે.
વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટે અહીં ટચ કરો
આજના સ્પર્ધાત્મક યુગમાં ધોરણ – ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) સાથે ઉત્તિર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે ઉજ્જ્વળ કારકિર્દી ઘડતર માટે અનેક વિકલ્પો રહેલા છે. આ તમામ વિક્લ્પોનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
ધોરણ 10 પછી શુ અને ધોરણ 12 પછી શું?? કયા કયા કોર્સ કરી શકાય?? નીચે આપેલ લિંક પર ક્લિક કરો
Important Links:
ધોરણ 12 સાયન્સ પછી શું What After 12th Science What After Hsc Science
(૧) મેડિકલ
(૨) ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો
(૩) આર્કિટેક્ચર
(૪) ફાર્મસી અભ્યાસક્રમો
(૫) કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો
(૬) પ્રોફેશનલ નર્સિંગ & એલાઈડ એજ્યુકેશનલ કોર્સ
(૭) ડિપ્લોમા અભ્યાસક્રમો
(૮) શિક્ષણ ક્ષેત્રે
(૯) સ્નાતક અભ્યાસક્રમો
(૧૦) અન્ય
વિવિધ સરકારી નોકરીઓની જાહેરાતો જોવા અને ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો / ટચ કરો
ધોરણ 12 સાયન્સ પછી શું
(૧) મેડિકલ :
ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માન્ય બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન વિષયોમાં ઉચ્ચ ગુણાંકન સાથે ઉત્તિર્ણ થયેલા અને NEET (UG) પરીક્ષા ક્વાલિફાઈંગ કરેલ ઉમેદવારોને ઓલ ઈન્ડિયા રેન્ક આધારિત મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી શકે.
મેડિકલ ક્ષેત્રના કોર્સ નીચે મુજબ છે.
(૧) MBBS: બેચલર ઓફ મેડિસીન એન્ડ સર્જરી
(૨) BDS : બેચલર ઓફ ડેન્ટલ સર્જરી
(૩) BAMS : બેચલર ઓફ આર્યુર્વેદિક મેડિસીન એન્ડ સર્જરી
(૪) BHMS : બેચલર ઓફ હોમિયોપેથીક
(૨) ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો (ધોરણ 12 સાયન્સ પછી શું)
ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માન્ય બોર્ડમાંથી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષયોમાં ઉચ્ચ ગુણાંકન સાથે ઉત્તિર્ણ થયેલ અને GUJ-CAT JEE (Mian) પરીક્ષા ક્વાલિફાઈંગ કરેલા ઉમેદવારોને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળી શકે.
ડિગ્રી એન્જિનિયરિંગમાં નીચે મુજબના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
સિવિલ એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કોમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન, ઈન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલૉજી, ઈન્સ્ટ્રુમેન્ટેશન & કંટ્રોલ, કેમિકલ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ & એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી, ઈલેક્ટ્રોનિક્સ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ & ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, બાયો મેડિકલ & ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેક્નોલૉજી, બાયો – મેડિકલ એન્જિનિયરિંગ, બાયો ટેક્નોલૉજી, મેકાટ્રોનિક્સ, પ્રોડ્રક્શન એન્જિનિયરિંગ, કન્સ્ટ્રકશન ટેક્નોલૉજી મેનેજમેન્ટ, ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, ઓટોમબાઈલ એન્જિનિયરિંગ,પ્લાસ્ટિક ટેક્નોલૉજી,મેટલર્જી, બર ટેક્નોલૉજી ટેક્ષટાઈલ એન્જિનિયરિંગ, ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, ટેક્ષટાઈલ ટેક્નોલૉજી, ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલૉજી, ઈરીગેશન & વોટર મેનેજમેન્ટ
(૩) આર્કિટેક્ચર : ધોરણ 12 સાયન્સ પછી શું
આર્કિટેક્ચરમાં મુખત્વે નીચે મુજબના કોર્સ ઉપલબ્ધ છે.
♦ બેચલર ઓફ આર્કિટેકચર (B.Arch), બેચલર ઓફ ઈન્ટિરીયર ડિઝાઈન (BID)
♦ બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેક્નોલૉજી (B.C.T), બેચલર ઓફ આર્કિટેકચર & ઈન્ટિરિયર ડિઝાઈન (B.Arch & I.D)
♦ બેચલર ઓફ આર્કિટેકચર (B.Arch)માં પ્રવેશ માટે માન્ય બોર્ડમાંથી ધોરણ – ૧૨ (વિજ્ઞાનપ્રવાહ) ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર સાથે પાસ અને NATA માં જરૂરી સ્કોર મેળવેલો હોય.
(૪) ફાર્મસી અભ્યાસક્રમો : ધોરણ 12 સાયન્સ પછી શું
(૧) બેચલર ઓફ ફાર્મસી (B.Pharm)
(૨) ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm)
ફાર્મસીના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે પ્રવેશ વર્ષના શૈક્ષણિક વર્ષ દરમ્યાન GUJ – CAT પરીક્ષા આપેલી હોવી જોઈએ.
(૫) કૃષિક્ષેત્રના અભ્યાસક્રમો :
ગુજરાતમાં આવેલ (૧)સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા,તા.પાલનપુર, જિ: બનાસકાંઠા (૨) નવસારી કૃષિ યુનિવર્સિટી – નવસારી (૩) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી – જુનાગઢ (૪) આણંદ કૃષિ યુનિવર્સિટી – આણંદ (૫) કામધેનુ કૃષિ યુનિવર્સિટી ગાંધીનગર, કર્મયોગી ભવન, બ્લોક-૧, સેક્ટર : ૧૦-A આવેલ છે.આ યુનિવર્સિટીમાં નીચે મુજબના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
વિવિધ આરોગ્ય હેલ્થકેર ટીપ્સની જાણકારી માટે અહીં ક્લિક કરો
ગ્રુપ : A માટે અભ્યાસક્રમો નીચે મુજબ છે : ધોરણ 12 સાયન્સ પછી શું
(૧) બી.ટેક (એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ) (૨) બી.ટેક (રીન્યુએબલ એનર્જી & એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ)(૩) બી.ટેક (ડેરી ટેક્નોલૉજી) (૪) બી.ટેક (ફૂડ ટેક્નોલૉજી) (૫) બી.ટેક (એગ્રીકલ્ચરલ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી)
ગ્રુપ : B માટે અભ્યાસક્રમો નીચે મુજબ છે. ધોરણ 12 સાયન્સ પછી શું
(૧) બી.એસસી.(ઓનર્સ) એગ્રીકલ્ચર
(૨) બી.એસસી.(ઓનર્સ) હોર્ટીકલ્ચર (૩) બી.એસસી.(ઓનર્સ) ફોરેસ્ટ્રી
(૪) બી.એસસી.(ઓનર્સ) હોમ સાયન્સ (૫) બી.એસસી. ફિશરિશ સાયન્સ
(૬) બી.એસસી ફૂડ ક્વાલિટી ઈન્સ્યોરન્સ
(૭) બી.એસસી બાયો કેમેસ્ટ્રી
(૮) બી.એસસી માઈક્રો બાયોલોજી
(૯) એગ્રી બાયો ટેક.
♦ ઉપરોક્ત તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટ પાસ કરવી જરૂરી છે.
ગ્રુપ : A B AB માટે અભ્યાસક્રમ B.Tech ધોરણ 12 સાયન્સ પછી શું
(Agril.LT.)
ગ્રુપ : A B માટેનો અભ્યાસક્રમ : B.Sc (Hons.) હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન
ગ્રુપ : B AB માટેનો અભ્યાસક્રમ : વેટરનરી
૬) પ્રોફેશનલ નર્સિંગ & એલાઈડ એજ્યુકેશનલ
કોર્સ
(૧) BPT : બેચલર ઓફ ફિજીઓથેરાપી (૨) B.sc Nursing : બેચલર ઓફ સાયન્સ નર્સિંગ (૩) BOP : બેચલર ઓફ ઓર્થોટિક્સ & પ્રોસ્થેટિક્સ (૪) BO : બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી (૫) BASLP : બેચલર ઓફ ઓડીઓલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી (૬) BOT : બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી (૭) BNYS: બેચલર ઓફ નેચરોપેથી & યોગિક સાયન્સ (૮) GNM : જનરલ નર્સિંગ મીડવાઈફરી (ડિપ્લોમા કોર્સ) (૯) ANM – ઓક્ઝીલરી નર્સિંગ મીડવાઈફરી (ડિપ્લોમા કોર્સ)
(૭) ડિપ્લોમા અભ્યાસક્રમો : ધોરણ 12 સાયન્સ પછી શું
ધોરણ – ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં વધુ ટકાવારી પ્રાપ્ત ન થઈ શકી હોય તો ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકાય.
સિવિલ, મિકેનિક, ઈલેક્ટ્રિકલ, કેમિકલ, માઈનિંગ, પ્લાસ્ટિક, કોમ્પ્યુટર, પ્રિન્ટીંગ, ટેક્નોલૉજી, સિરામિક ટેક્નોલૉજી, મેટલર્જી, ટેક્ષટાઈલ મેન્યુ ફેક્ચરિંગ, ટેક્ષટાઈલ પ્રોસેસિંગ, ઈલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, ઈન્સ્ટ્રુમેન્ટેશન & કન્ટ્રોલ એન્જિનિયરિંગ, પાવર ઈલેક્ટ્રોનિક્સ, મેકાટ્રોનિક્સ, ફેબ્રિકેશન ટેક્નોલૉજી, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ
(૮) શિક્ષણ ક્ષેત્રે : ધોરણ 12 સાયન્સ પછી શું
ધોરણ – ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ઉત્તિર્ણ થયા બાદ પ્રાથમિક વિભાગમાં શિક્ષક બનવા માટે પી.ટી.સી.(ડિપ્લોમા ઈન એલિમેટરી એજ્યુકેશન – D.El.Ed) તથા સી.પી.એડ નો કોર્સ ઉપલબ્ધ છે.
(૯) અન્ય : ધોરણ 12 સાયન્સ પછી શું
સંરક્ષણ ક્ષેત્રે, હોટલ & ટૂરીઝમ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી & હોટલ એડમિનિસ્ટ્રેશન, હોટલ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરમાં BCA & DCA, મરીન એન્જિનિયરિંગ, ઈન્ફોર્મેશન & કોમ્યુનિકેશન ટેક્નોલૉજી, મલ્ટી મિડિયા ટેક્નોલૉજી, ફાયર ઓફિસર્સ કોર્સ, ફાયર ટેક્નોલૉજી, એલ.એલ.બી, બી.એસ.સી( ઓનર્સ) ઈન મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી
ધોરણ 10 વિશેના વિવિધ ઉપયોગી સમાચાર જોવા અને વાંચવા માટે અહીં ક્લિક કરો / ટચ કરો
ધોરણ -12 ‘સામાન્ય પ્રવાહ’ એટલે કે ‘જનરલ સ્ટ્રીમ’ પાસ કર્યા બાદ
મોટાભાગના વિદ્યાર્થીમિત્રો હવે શું કરવું ? કયો અભ્યાસક્રમ કરવો ? એવી મૂઝવણ અનુભવતા હોય છે. આમ, તો તેઓએ બે વર્ષ અગાઉ ધોરણ : 10 (SSC) પછી ‘સામાન્ય પ્રવાહ’ની પસંદગી શા માટે કરી હતી ? તે વિચારવું જોઈએ. વળી તેઓના રસના વિષયો કયા છે ? પોતાની ક્ષમતા શું બનવાની છે ? તેમનું વ્યક્તિત્વ (પર્સનાલિટી) કયા
અભ્યાસક્રમને અનુકૂળ છે ? વગેરે પ્રશ્નોના જવાબ પ્રમાણિકતાપૂર્વક મેળવવા જોઈએ. અત્રે ધોરણ 12 ‘સામાન્ય પ્રવાહ’ જનરલ સ્ટ્રીમ પછીના કેટલાંક અભ્યાસક્રમોની યાદી આપવામાં આવી છે. આશા છે કે પ્રિય વિદ્યાર્થીમિત્રો આ માહિતીને આધારે યોગ્ય નિર્ણય લઈ શકશે…
ધોરણ : 12 ‘સામાન્ય પ્રવાહ’ના મુખ્યત્વે બે પ્રકાર પડે છે.
૧. કોમર્સસ્ટ્રીમ / વાણિજ્ય પ્રવાહ
૨. આર્ટ્સસ્ટ્રીમ / વિનયન પ્રવાહ.
કોમર્સ સ્ટ્રીમ / વાણિજ્ય પ્રવાહ :
ધોરણ : 12 (HSC) કોમર્સ પાસ કર્યા બાદ, વિદ્યાર્થીમિત્રોને આગળ અભ્યાસ કરવા માટે અભ્યાસક્રમના અનેક વિકલ્પો પ્રાપ્ત થાય છે, તેમાંના કેટલાંક વિકલ્પોની યાદી અત્રે પ્રસ્તુત છે…
૧. ધોરણ : 12 (HSC) કોમર્સ બાદના અભ્યાસક્રમો ૨. વાણિજ્ય પ્રવાહ (કોમર્સ)
A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો :
જેમકે 3/4 વર્ષ (6/8 સેમેસ્ટર)ના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
B) ઈન્ટિગ્રેટેડ (પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન) કક્ષાના અભ્યાસક્રમો :
જેમકે 4 કે 5 વર્ષ (8 કે 10 સેમેસ્ટર)ના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
C) પ્રોફેશનલ કક્ષાના અભ્યાસક્રમો :
જેમકે C.A., C.S., C.MA., C.F.A., C.I.M.A., A.C.C.A., C.F.P., C.P.A., A.S. વગેરે.
D) ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો :
વિવિધ રેગ્યુલર યુનિવર્સિટીઓ તેમજ ઓપન યુનિવર્સિટીના ટૂંકાગાળાના અભ્યાસક્રમો.
E) સર્ટિફીકેટ અભ્યાસક્રમો :
વિવિધ યુનિવર્સિટીઓ તેમજ એકેડેમીક ઈન્સ્ટિટ્યૂટ્સના અતિ ટૂંકાગાળાના અભ્યાસક્રમો.
F) I.T.I. કક્ષાના રોજગારલક્ષી અભ્યાસક્રમો :
જેમાં NCVT તેમજ GCVT પેટર્નના અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે.
ધોરણ 12 વિશેના વિવિધ અગત્યના સમાચારો જોવા અને વાંચવા માટે અહીં ક્લિક કરો / ટચ કરો
A) ગ્રેજ્યુએશન કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમો :
જેમાં 3/4 વર્ષ (6/8 સેમેસ્ટર)
નોંધ : જે વિદ્યાર્થીમિત્રો ગ્રેજ્યુએશન (ડિગ્રી) અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવાની મહત્વાકાંક્ષા ધરાવતા હોય, તેઓએ 3 વર્ષ (6 સેમેસ્ટર)ના પ્રણાલિકાગત/ટ્રેડિશનલ અભ્યાસક્રમ કરવાને બદલે 4 વર્ષ (8 સેમેસ્ટર)ના ઓનર્સ અભ્યાસક્રમ કરવા જોઈએ.
1. B.Com. (બેચલર ઓફ કોમર્સ) :
ધોરણ – 12 કોમર્સ પાસ કર્યા બાદ ઉપલબ્ધ તમામ ડિગ્રી કોર્સિસમાં આ અભ્યાસક્રમ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. ભવિષ્યમાં C.A., C.S., C.M.A., A.S., C.F.A, C.F.P., A.C.C.A. વગેરે જેવા પ્રોફેશનલ કોર્સિસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો સલાહભર્યો છે. આ અભ્યાસક્રમ ભવિષ્યમાં બેન્ક,
ઇન્સ્યોરન્સ, ફાઈનાન્સ જેવા ફિલ્ડમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.
સંપર્ક : કોમર્સ ડિપાર્ટમેન્ટ ધરાવતી મોટાભાગની યુનિવર્સિટીઓ * ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઈનાન્સ કોમર્સ કૉલેજો.
2. B.B.A.(બેચલરઓફ બિઝનેસએડમિનિસ્ટ્રેશન):
ભવિષ્યમાં M.B.A. કરવા ઈચ્છૂકો, કોર્પોરેટ હાઉસમાં જોબ મેળવવા ઇચ્છુકો તેમજ ‘મેનેજમેન્ટ’ વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. આ અભ્યાસક્રમમાં માર્કેટીંગ, ફાઈનાન્સ, H.R., પ્રોડક્શન જેવા ટ્રેડિશનલ વિષયો ઉપરાંત બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, ઈન્ટરનેશનલ માર્કેટિંગ, ટ્રાર્વેલ્સ જેવા વિષયોમાં પણ ડિગ્રી ઉપલબ્ધ છે.
3. B.B.A / B.Sc. ઈન હોટલ મેનેજમેન્ટ / ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ મેનેજમેન્ટ :
ખાવા તેમજ ખવડાવવાના શોખીન વિદ્યાર્થીઓને આ અભ્યાસક્રમ આકર્ષે છે. હોટલ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ટૂર્સ-ટ્રાવેર્લ્સ ફિલ્ડનું ભાવિ સરકારી નીતિને કારણે ઉજ્જવળ બને તેવી શક્યતાઓ રહેલી છે.
સંપર્ક : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ (પ્રવેશ માટે JEEની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.) * ધ તાજ ગૃપ ઓફ હોટેલ્સ (IHM Aની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.) * ઓબેરોય ગૃપ ઓફ હોટેલ્સ (પ્રવેશ માટે STEPની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.) * સિમ્બાયોસીસ (SET – GENની પરીક્ષા પાસ કરવી જરૂરી છે.)
4. B.C.A. (બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લિકેશન) :
આધુનિક જમાનાની માંગ ધરાવતો આ અભ્યાસક્રમ કમ્પ્યૂટર ફિલ્ડમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
સંપર્ક: ગુજરાત યુનિવર્સિટી * એમ.એસ. યુનિવર્સિટી * હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી * વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી * સરદાર પટેલ યુનિવર્સિટી * સૌરાષ્ટ્ર યુનિવર્સિટી * ગણપત
યુનિવર્સિટી વગેરે.
5. B.Sc. (I.T.) (બેચલર ઓફ સાયન્સ ઈન ઈન્ફર્મેશન ટેક્નોલૉજી) :
‘સ્ટાર્ટ અપ ઈન્ડિયા’ તેમજ ‘ડિજીટલ ઈન્ડિયા’ના આ અત્યાધુનિક યુગમાં હાર્ડવેર / સોફ્ટવેર / એથીકલ હેકીંગ / સાઈબર ક્રાઈમ / સાયબર સિક્યોરિટી / સાયબર સિવિલ જેવા વિષયોમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ.
સંપર્ક: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર ખાતે આવેલી કૉલેજો * ગણપત યુનિવર્સિટી, ખેરવા * વિવિધ યુનિવર્સિટીની M.Sc. (C.A. & I.T.)નો ઈન્ટિગ્રેડેટ અભ્યાસક્રમ ચલાવતી વિવિધ કૉલેજો વગેરે.
6. B.Sc. (IT ઈન ડેટા સાયન્સ)
7. B.Sc. (IT ઈન ક્લાઉડ કમ્પ્યૂટિંગ)
8. B.Sc. (IT ઈન સાયબર સિક્યોરિટી) અને
9. (IT ઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ સર્વિસીસ)
સંપર્ક : ગણપત યુનિવર્સિટી, ખેરવા.
10. B.J.M.C. (બેચલર ઈન જર્નાલિઝમ એન્ડ માસ કમ્પ્યૂનિકેશન) : અને
11. B.A. (એડવાન્સ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન) :
પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, વેબ પોર્ટલ, પબ્લિક રીલેશન્સ જેવા ક્રિએટીવ ફિલ્ડમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ અભ્યાસક્રમ ઝડપથી રોજગારીનું સર્જન કરે છે.
સંપર્ક : નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ), ચોથોમાળ, શપથ-1, રાજપથ કલબ સામે, એસ.જી. હાઈવે, અમદાવાદ (www.nimcj.org) * ઈન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશન, કર્ણાવતી કલબની સામે, અમદાવાદ * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા * ઓરો યુનિવર્સિટી, સુરત * વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત * સી.વી.એમ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વગેરે સ્થળે કરી શકાય છે.
12. B.Sc.-Yoga (બેચલર ઓફ સાયન્સ ઈન યોગા):
ભવિષ્યમાં યોગ શિક્ષક / ઈન્સ્ટ્રક્ટર / કો-ઓર્ડિનેટર / યોગ થેરાપીસ્ટ બનવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ. આ અભ્યાસક્રમ બાદ જીમનેશિયમ, હોટલ-રિસોર્ટ, શાળા-કૉલેજોમાં કામ મળી શકે છે.
સંપર્ક : લકુલીશ યોગ યુનિવર્સિટી, છારોડી, એસ.જી.હાઈવે, અમદાવાદ * શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી * ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર * મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ (MPI YER) (યાદી અપૂર્ણ છે).
13. B.B.A.-Logistic (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન લોજીસ્ટીક) :
આ અભ્યાસક્રમ પ્રમાણમાં નવો હોવાથી બહુ જૂજ સ્થળોએ ચલાવવામાં આવે છે. પ્રસ્તુત અભ્યાસક્રમ ગુજરાત રાજ્ય સરકારના સહયોગથી ચલાવવામાં આવે છે.
સંપર્ક : ગણપત યુનિવર્સિટી, ખેરવા * પારૂલ યુનિવર્સિટી, વડોદરા.
14. B.B.A. – Fin. Services (બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ) :
આ અભ્યાસક્રમ નેશનલ સ્ટોક એક્સચેન્જ સાથે સહયોગથી ચલાવવામાં આવે છે. તેથી ગ્રેજ્યુએશનની ડિગ્રીની સાથોસાથ NSEના વિવિધ સર્ટિફિકેશનનો લાભ પણ મળે છે.
સંપર્ક : ગણપત યુનિવર્સિટી, ખેરવા.
15. B.P.A (બેચલર ઈન પરફોર્મિંગ આર્ટ્સ) અને 16. B.Music (બેચલર ઈન મ્યૂઝિક) :
ભવિષ્યમાં સંગીત, નૃત્ય, ગાયન તેમજ અભિનય જેવી કલાઓમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ સાથોસાથ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ મેળવવા ઇચ્છુક હોય, તો તેમણે આ અભ્યાસક્રમ કરવો જોઈએ.
સંપર્ક : જે.જી. કૉલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ * ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા * ધોળકિયા મ્યુઝિક કૉલેજ સિહોર, ભાવનગર યુનિવર્સિટી * અર્જુનલાલ હિરાણી કૉલેજ, રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી * સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વગેરે.
17. B.Sc. (સ્પોર્ટ્સ કોચીંગ / સ્પોર્ટ્સ ન્યૂટ્રિશિયન); 18. B.B.A. (સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજમેન્ટ) : અને 19. B.P.Ed. / B.P.E.S. (બેચલર ઈન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટસ) :
ભવિષ્યમાં વિવિધ રમતોમાં ખેલાડી, કોચ, ટ્રેનર, કોમેન્ટેટર, એમ્પાયર, રેફરી, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવા માંગતા અથવા શાળા / કૉલેજ / યુનિવર્સિટીઓમાં ‘શારિરીક શિક્ષણ’ (P.T. / P.E.) માં શિક્ષક / અધ્યાપક બનવા માંગતા વિદ્યાર્થીઓ કે કોઈ સ્પોર્ટ્સમાં રિસર્ચ કરવા ઇચ્છુકો માટે ઉપરોક્ત
અભ્યાસક્રમો ઉપયોગી સાબિત થઈ શકે છે. સંપર્ક : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (www.sgsu.edu.in) હાલ ગાંધીનગર પછી વડોદરા.
20. B.Com. / B.A. (Hons.) ઈન લિબરલ સ્ટડીઝ :
21. B.B.A. ઈન લિબરલ
સ્ટડીઝ : અને
22. B.B.A. ઈન લિબરલ આર્ટ્સ :
ક્રિએટિવ તેમજ વિવિધ કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓએ આ ભ્યાસક્રમ કરવો જોઈએ. સંપર્ક : પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDPU/PDEU) રાયસણ, ગાંધીનગર (www. sls.pdpu.ac.in) * ઓરો યુનિવર્સિટી, સુરત * કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ વગેરે
23. B.B.A. ઈન ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ :
ઉપરોક્ત અભ્યાસક્રમ સમગ્ર એશિયા ખંડની ત્રીજી અને સમગ્ર ભારતની પ્રથમ એવી રેલવે યુનિવર્સિટી ખાતે ચલાવવામાં આવે છે.
સંપર્ક : રેલ્વે યુનિવર્સિટી (NRTI) વડોદરા. (http://nrti.edu.in)
24. B.R.S. (બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ) : અને
25. B.S.W. (બેચલર ઓફ સોશિયલ વર્ક) :
ભવિષ્યમાં ગ્રામીણ કક્ષાએ સમાજસેવા, NGO (સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ) જેવા ફિલ્ડમાં કામ કરવા માંગતા વિદ્યાર્થીઓએ આ અભ્યાસક્રમ કરવો જોઈએ.
સંપર્ક : ગૂજરાત વિદ્યાપીઠ * ગુજરાત યુનિવર્સિટી * હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી * વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી * સરદાર પટેલ યુનિવર્સિટી * ગ્રામ ભારતી વિદ્યાપીઠ * લોક ભારતી (યાદી અપૂર્ણ છે).
26. B.B.A. (ઓનર્સ) ઈન IT એન્ડ મેનેજમેન્ટ :
સંપર્ક : સી.વી.એમ. યુનિવર્સિટી
27. B.Voc. (બેચલર ઓફ વોકેશન) :
સંપર્ક : ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ (TISS) ની સ્કૂલ ઓફ વોકેશનલ * UGC માન્ય કમ્યુનિટી કૉલેજો * સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાત, ગાંધીનગર.
28. B.I.D. (બેચરલ ઓફ ઈન્ટિરિયર ડિઝાઈનિંગ):
(PDPU/PDEU) રાયસણ, ગાંધીનગર (www. sls.pdpu.ac.in) * ઓરો યુનિવર્સિટી, સુરત * કર્ણાવતી યુનિવર્સિટી, ઉવારસદ વગેરે સ્થળોએ અભ્યાસક્રમ ચાલે છે.
29. B.Sc. (ફેશન કમ્યૂનિટી) : અને
30. B.Design (બેચલર ઓફ ડિઝાઈન) :
સંપર્ક : CEPT યુનિવર્સિટી, અમદાવાદ * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા * વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત * ઓરો યુનિવર્સિટી, સુરત * ગણપત યુનિવર્સિટી, ખેરવા * સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ ઈનોવેશન યુનિવર્સિટી વગેરે.
31. B.Sc. (F.C. Sci.) (ફેમેલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ) : અને
32. B.Sc. (F. & N.) (ફૂડ એન્ડ ન્યૂટ્રિશિયન) :
સંપર્ક : એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા. (www. msubaroda.ac.in)
33. B.F.A. (બેચલર ઓફ ફાઈન આર્ટ્સ) :
સંપર્ક : સી.એન. કૉલેજ ઓફ ફાઈન આર્ટ્સ, આંબાવાડી, અમદાવાદ * એસ.પી. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા * વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત * ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર (યાદી અપૂર્ણં છે).
34. B.A. ઈન ફોરેન લેંગ્વેજીસ :
સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (www.cug.ac.in) * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા.
35. B.A. ઈન સિક્યોરિટી મેનેજમેન્ટ :
સંપર્ક : રક્ષાશક્તિ યુનિવર્સિટી, લવાડ, તા. દહેગામ (www.rsu.ac.in)
36. B.L.I.S. (બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન સાયન્સ) :
B) ઈન્ટિગ્રેટેડ (પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન) કક્ષાના અભ્યાસક્રમો :
મુદત : 4/5 વર્ષ (8 / 10 સેમેસ્ટર)
નોંધ : વિદ્યાર્થીમિત્રોએ પસંદ કરેલા જે-તે અભ્યાસક્રમમાં 3 વર્ષ (6 સેમેસ્ટર) બાદ ડિગ્રી લઈને અભ્યાસક્રમમાંથી Exit થવાની જોગવાઈ છે કે કેમ તે ચકાસી લેવા વિનંતી છે.
1. M.B.A.(માસ્ટરઓફ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશન) :
સંપર્ક : કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ * GLS યુનિવર્સિટી, અમદાવાદ * ગણપત યુનિવર્સિટી, ખેરવા * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા * નિરમા યુનિવર્સિટી, અમદાવાદ * અમદાવાદ યુનિવર્સિટી * એલ.જે. યુનિવર્સિટી (યાદી અપૂર્ણં છે).
2. M.Sc. (C.A.I.T.) (M.Sc. ઈન કમ્પ્યૂટર એપ્લિકેશન એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલૉજી) :
સંપર્ક : કે.એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ * GLS યુનિવર્સિટી, અમદાવાદ * ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા * નિરમા
સંપર્ક : એમ.એસ. યુનિવર્સિટી,
3. B.Sc. (નર્સીંગ) :
સંપર્ક : સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર * પારૂલ યુનિવર્સિટી * માન્યતા પ્રાપ્ત ખાનગી નર્સીંગ કૉલેજો (યાદી અપૂર્ણ છે).
42. ઓપન યુનિવર્સિટીના ડિગ્રી (ગ્રેજ્યુએશન) કક્ષાના અભ્યાસક્રમો :
સંપર્ક : IGNOU (ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) * BAOU (ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી).
B.Com. + LL.B :
4. B.A. + LL.B. : અને
5. B.B.A. + LL.B. :
સંપર્ક : નેશનલ લૉ યુનિવર્સિટી * ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી * એમ. એસ. યુનિવર્સિટી * GLS યુનિવર્સિટી * નિરમા યુનિવર્સિટી * પારૂલ યુનિવર્સિટી * કર્ણાવતી યુનિવર્સિટી * ઓરો યુનિવર્સિટી વગેરે.
6. B.B.A. / B.Com. (Hons.) + M.B.A. (માસ્ટર ઓફ બિઝનેસ એડ્મિનસ્ટ્રેશન) :
આ એક વૈશ્વિક (Global) પ્રકારનો અભ્યાસક્રમ છે. જેમાં ધોરણ : 12 (HSC) બાદના આ અભ્યાસક્રમમાં કુલ 5 વર્ષની મુદત પૈકી 3 વર્ષ ભારતમાં B.B.A. / B.Com. (Hons.) ભણવાનું હોય છે. ત્યારબાદના 2 વર્ષMBA વિદેશમાં ભણવા જવાનું હોય છે. અહીં જે-તે યુનિવર્સિટીએ પોતાના આ અભ્યાસક્રમ પૂરતુવિદેશની કોઈ યુનિવર્સિટી
સાથે જોડાણ કરેલું હોય છે.
સંપર્ક : ગણપત યુનિવર્સિટી, ખેરવા.
7. M.Com. (માસ્ટર ઓફ કોમર્સ) :
સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG), ગાંધીનગર *
C) પ્રોફેશનલ કક્ષાના અભ્યાસક્રમો :
1. C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) :
સંપર્ક : ICAI ભવન, ઈન્દ્રપ્રસ્થ માર્ગ, પોસ્ટબોક્ષ નંબર : 7100, નવી દિલ્હી-110002 * ICAI, 123, સરદાર પટેલ કોલોની, સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, અમદાવાદ-380014 * આ અભ્યાસક્રમનું કોચીંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ. વેબસાઈટ: www.icai.org
2. C.S. (કંપની સેક્રેટરી) :
સંપર્ક : ICSI હાઉસ, 22, ઈન્સ્ટિટ્યુશનલ એરિયા, લોદી રોડ, નવી દિલ્હી-110003
* ICSI, S-2/B, ચીનુભાઈ ટાવર, એચ.કે. કૉલેજની બાજુમાં, આશ્રમ રોડ, અમદાવાદ-380009. * આ અભ્યાસક્રમનું કોચીંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ. વેબસાઈટ : www.icsi.org
3. C.M.A. (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ):
અગાઉ I.C.W.A. તરીકે ઓળખાતો આ અભ્યાસ વિદ્યાર્થીને
કોસ્ટ એકાઉન્ટન્ટ બનાવે છે.
સંપર્ક : CMA ભવન, 3, ઈન્સ્ટિટ્યુશનલ એરિયા, લોદી રોડ, નવી દિલ્હી-110003
* ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્કસ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા, 402-403, શોપર્સ પ્લાઝા-3, સી.જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009 * આ અભ્યાસક્રમનું કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ. વેબસાઈટ : www.icmai.in
4. C.I.M.A. (ચાર્ટડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એકાઉન્ટસ) :
આ યુ.કે.નો એકાઉન્ટીંગ અને મેનેજમેન્ટ પ્રકારનો આ અભ્યાસક્રમ આપણા દેશમાંથી પણ કરી શકાય
છે. ભારતમાં તેના કોચીંગ તેમજ પરીક્ષા આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. CIMA-U.K.નું જોડાણ USAની AICPA સાથે થયું હોવાથી CIMA
પાસ કરનાર વિદ્યાર્થીઓને CGMAની ડિગ્રી પણ મળે છે.
સંપર્ક : વેબસાઈટ : www.cimaglobal.com * કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ.
5. A.C.C.A. (એસોશિએશન ઓફ ચાટર્ડ સર્ટિફાઈડ એકાઉન્ટસ) :
આ અભ્યાસક્રમ U.K.ના ચાટર્ડ એકાઉન્ટસ પ્રકારનો છે. જેની તૈયારી તેમજ પરીક્ષા આપણા દેશમાં ઉપલબ્ધ છે. જેની અંદાજીત ફી ` 3 લાખ (ભારતીય ચલણમાં) છે.
સંપર્ક : વેબસાઈટ : www.accaglobal.com. * કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ.
6. C.F.A. (ચાર્ટડ ફાઈનાન્સીયલ એનાલિસ્ટ) :
આ અભ્યાસક્રમ અમેરિકાના ચાર્ટડ એકાઉન્ટન્ટ પ્રકારનો છે, જે ભારતમાં જ રહીને કરી શકાય છે. આ અભ્યાસક્રમ ત્રણ લેવલમાં વહેંચાયેલો છે. જેમાં દરેક લેવલની અંદાજીત ફી
$ 1000 તેમજ રજિસ્ટ્રેશન ફી અંદાજીત $ 500 છે
સંપર્ક : વેબસાઈટ : www.cfainstitute.org * કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ.
7. C.P.A. (સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ) :
આ અભ્યાસક્રમ અમેરિકાની AICPA (અમેરિકન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટસનો છે. આ અભ્યાસક્રમ
એકાઉન્ટસી વિષયનો વૈશ્વિક (ગ્લોબલ) અભ્યાસક્રમ છે, કે જેની તૈયારી આપણા દેશમાં કરીને ભારતમાં રહીને પરીક્ષા આપી શકાય છે.
સંપર્ક : વેબસાઈટ : www.aicpa.org * કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ.
8. C.F.P. (સર્ટિફાઈડ ફાઈનાન્સીયલ પ્લાનર) :
આપણા દેશનો આ અભ્યાસક્રમ FPSB (ફાઈનાન્સિયલ પ્લાનિંગ સ્ટાર્ન્ડડ બોર્ડ) દ્વારા ચલાવવામાં આવે છે. ભારતીય FPSB એ FPSB– USA સાથે જોડાણ કરેલ છે. આ અભ્યાસક્રમને 28 દેશોમાં માન્યતા મળેલી છે. આ અભ્યાસક્રમને SEBI (સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ પણ માન્યતા આપેલી હોઈ C.F.A.ની ડિગ્રી ધરાવનારાએ RIA (રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર) તરીકેની કામગીરી કરી શકે છે. સંપર્ક : વેબસાઈટ : http://India.fpsb.org * કોચિંગ કરાવતી ખાનગી ઈન્સ્ટિટ્યૂટ્સ.
9. B.Com. (Hons.) + A.C.C.A. (U.K.) :
સંપર્ક : ઈન્ડસ યુનિવર્સિટી, રાંચરડા, અમદાવાદ.
10. B.B.A. + A.C.C.A. (U.K.) :
સંપર્ક : જી.એલ.એસ. યુનિવર્સિટી, અમદાવાદ.
10. A.S. એકચ્યૂરિયલ સાયન્સ :
ભારતમાં આ અભ્યાસક્રમ IAI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ એકચ્યૂરિઝ ઓફ ઈન્ડિયા) દ્વારા ચલાવાય છે. જ્યારે વૈશ્વિક કક્ષાએ આ અભ્યાસક્રમ U.K.ની IFOA (ઈન્સ્ટિટ્યૂટ એન્ડ ફેકલ્ટી ઓફ એકચ્યૂરિઝ) દ્વારા ચલાવાય છે. જેમાં કુલ 13 વિષયોની પરીક્ષા આપવાની હોય છે. પ્રમાણમાં કઠીન એવા આ અભ્યાસક્રમનું પરિણામ માંડ 5% થી 10% આવે છે.
ધોરણ : 12 આર્ટ્સ પાસ કર્યા બાદ શું?
ધોરણ : 12 આર્ટ્સ પાસ કર્યા બાદ ઉપલબ્ધ તમામ ડિગ્રી કોર્સીસમાં આ અભ્યાસક્રમ સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે. આ અભ્યાસક્રમમાં અનેક વિષયોના વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં અંગ્રેજી, અર્થશાસ્ત્ર તેમજ મનોવિજ્ઞાન જેવા વિષયો હંમેશા માંગમાં રહે છે.
છેલ્લા કેટલાંક વર્ષોથી ભણવામાં અતિ તેજસ્વી વિદ્યાર્થીઓ આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરીને B.A.ના અભ્યાસક્રમની સાથોસાથ GPSC તેમજ UPSCની પરીક્ષાની તૈયારી કરતા હોવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
B.A. (ઓનર્સ) ઈન ચાઈનીઝ લેંગ્વેજ :
સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG), ગાંધીનગર * એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા વગેરે.
3. B.A. / B.Sc. (હોમ સાયન્સ) :
સંપર્ક : બી.ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ. * એસ.એલ.યુ. કૉલેજ ફોર વિમેન, અમદાવાદ. * ફેકલ્ટી ઓફ હોમ સાયન્સ, એમ.એસ. યુનિવર્સિટી, વડોદરા. * શેઠ પી.ટી. મહિલા કૉલેજ, વનિતા આશ્રમ, આઠવા લાઈન્સ, સુરત. * ઝેડ.એફ. વિમેન્સ કૉલેજ, સુરત. * શામળદાસ કૉલેજ, ભાવનગર. * એ.કે. દોશી કૉલેજ, જામનગર. * કૉલેજ ઓફ હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન, સરદાર કૃષિનગર, દાંતીવાડા વગેરે.
4. વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં સમાવેશ થયેલાં કેટલાંક સામાન્ય અભ્યાસક્રમો :
ઉપર વાણિજ્ય પ્રવાહ / કોમર્સ સ્ટ્રીમમાં સમાવેશ થયેલાં ઘણા-ખરા અભ્યાસક્રમો વિનિયન પ્રવાહ / આર્ટ્સસ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમોમાં B.B.A. / B.Sc. (હોટલ મેનેજમેન્ટ / ટૂર્સ એન્ડ ટ્રાવેર્લ્સ મેનેજમેન્ટ), B.C.A., B.Sc. (I.T.), (ડેટા સાયન્સ), (ક્લાઉડ કમ્પ્યૂટિંગ), (સાયબર સિક્યોરિટી), (ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજેમન્ટ સર્વિસીસ), B.J.M.C. / B.A. (જર્નાલિઝમ), B.Sc. (યોગા), B.P.A. , B.Music, B.P.Ed. / B.P.E.S., B.A. (લિબરલ આર્ટ્સ / લિબરલ સ્ટડીઝ), B.R.S., B.S.W., B.Voc., B.I.D., B.Design, B.Sc. (F.C. & Sci.), B.Sc. (F&N), B.F.A., B.A. (ફોરેન લેંગ્વેજીસ), (સિક્યોરિટી મેનેજમેન્ટ), (પોલિટિક્સ એન્ડ ઈન્ટરનેશનલ
રિલેશન), B.E.M., ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો વગેરેનો સમાવેશ થાય છે.
B) ઈન્ટિગ્રેટેડ (પોસ્ટ ગ્રેજ્યુએશન / ડબલ ગ્રેજ્યુએશન) કક્ષાના અભ્યાસક્રમો :
1. M.A. (માસ્ટર ઓફ આર્ટ્સ),
2. M.A. ઈન સોશિયલ મેનેજમેન્ટ અને
3. M.A. ઈન સોસાયટી એન્ડ ડેવલપમેન્ટ પોલિટિક્સ) :
સંપર્ક : સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG), ગાંધીનગર.
4. B.A. + B.Ed. (બેચલર ઓફ આર્ટ્સ + બેચલર ઓફ એજ્યુકેશન) :
સંપર્ક : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (ITTE), ગાંધીનગર. * રિજિયોનલ કૉલેજ (એજ્યુકેશન) ભોપાલ, મધ્યપ્રદેશ વગેરે.
5. વાણિજ્ય (કોમર્સ) પ્રવાહમાં સમાવિષ્ટ કેટલાંક સામાન્ય અભ્યાસક્રમો :
ઉપર વાણિજ્ય પ્રવાહ / કોમર્સસ્ટ્રીમમાં સમાવેશ પામેલા ઘણા-ખરા અભ્યાસક્રમો વિનિયન પ્રવાહ / આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમોમાં M.Sc. (I.T.) (ડેટા સાયન્સ), (એકચ્યૂરિયલ સાયન્સ), (આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ), B.A. + LL.B., M.P.A., M.Sc., M.Design, M.S.W. વગેરેનો સમાવેશ થાય છે.
અગત્યની લિંક: (ધોરણ 10 અને ધોરણ 12 પછી શું?)
ધોરણ 10 (WHAT AFTER SSC) પછી શું??: અહીં ટચ કરો
ધોરણ 12 (WHAT AFTER HSC) પછી શું??: અહીં ટચ કરો
ગુજરાત શૈક્ષણિક કેરીયર માર્ગદર્શન એપ ડાઉનલોડ કરો
C) ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો :
આગળ વાણિજ્ય પ્રવાહ/કોમર્સસ્ટ્રીમમાં કરેલ ચર્ચા મુજબ.
D) સર્ટિફીકેટ અભ્યાસક્રમો :
આગળ વાણિજ્ય પ્રવાહ/કોમર્સસ્ટ્રીમમાં કરેલ ચર્ચા મુજબ.
E) ITI કક્ષાના રોજગારલક્ષી