Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

BENEFITS OF DRINKING HOT WATER IN MORNING



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

સવારે ખાલી પેટે શા માટે પીવું જોઈએ ગરમ હુંફાળું પાણી ... આ રહ્યા કારણો...

BENEFITS OF DRINKING HOT WATER IN MORNING

સવાર સવારમાં વહેલા ઠંડુ નહીં પણ ગરમ પાણી પીવો, તો આ 14 ફાયદા થશે

એવું કહેવાય છે કે "જળ એ જ જીવન છે" અને તે સાચુ પણ છે.

મનુષ્ય, પશુ-પક્ષી કે જીવ-જંતુ બધાએ જીવવા માટે પાણી પીવું કેટલું જરૂરી છે તે આપણને કોઈએ સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, બધા જ દિવસમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. કેટલાક લોકો ઠંડુ પાણી પીવે છે તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું વધારે પસંદ આવે છે. પણ ખરેખર તો હુંફાળું ગરમ પાણી શરીર માટે વધારે ફાયદાકારક હોય છે.

પાણી આપણા માટે ઘણા પ્રકારે ફાયદાકાર હોય છે. અહીં આપણે ગરમ પાણીના ફાયદાની વાત કરીશું. કે પાણી જો ગરમ હોય તો તે શરીરને કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગુણોનો ભંડાર છે. માત્ર ગરમ પાણી પીવાથી જ શરીરના કેટલાય રોગો તો મટી જાય છે.

આરોગ્યની કાળજી (HEALTH TIPS) રાખવાની વિવિઘ પધ્ધતિઓ વિશે વાંચો અહીં ક્લિક કરીને

ગરમ પાણી પીવાના ફાયદા જોઈએ તો...

● ત્વચા (ચામડી) ના લગતી કોઈ બીમારી હોય તો ગરમ પાણી તેનો અકસીર ઈલાજ છે. રોજ સવારે માત્ર એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર આપોઆપ ચમક આવી જશે.

●  શરીરમાં અંદર રહેલા પ્રવાહી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી સાબિત થયું છે.

● સવારે વહેલા ખાલી પેટ અને રાતે જમ્યા પછી ગરમ પાણી પીવાથી જે ફૂડ પાર્ટિકલ્સ હોય છે તે આપોઆપ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને બહાર નીકળી પેટ સાફ થઈ જશે જેના કારણે તમારી કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી તકલીફો   પણ મટી જશે.

ભૂખ વધારવા માટે પણ ગરમ પાણી ઉપયોગી છે.

● કોઈપણ સમયે ફક્ત એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં લીંબુનો રસ, કાળા મરી, મીઠુ ઉમેરીને પી લેવાથી પેટનું ભારે પણું તરત જ દૂર થઇ જાય છે.

● પેટ ખાલી હોય ત્યારે ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધીત તમામ બીમારીઓ પણ સરળતાથી દૂર થાય છે.

●  સવાર સવારમાં ગરમ પાણીનું દરરોજ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે જેના કારણે BP વધવા કે ઘટવાની સમસ્યા દૂર થાય છે.

● જ્યારે તાવ આવ્યો હોય તે સમયે અને ખૂબ તરસ લાગી હોય તે સમયે ગરમ પાણી પીવું ઘણું જ વધારે ફાયદાકારક છે.

● જે વ્યક્તિને પેટમાં સતત ગેસ થયા કરતો હોય તેને ગરમ પાણી પીવાતી ગેસ પણ બહાર નીકળી જાય છે.

●  માત્ર ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી દૂર થાય છે અને તેના સંબંધી જે રોગ હોય તે પણ દૂર થાય છે.

● અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ પડવી જેવા સામાન્ય રોગોમાં પણ આ ગરમ પાણી ખુબ ફાયદાકારક છે.

● જો મુલાયમ કોમળ શરીર અને સુંદરતા વધારવા માંગતા હોય તો રોજ સવારમાં એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને એક ચમચી મધ ભેળવીને પી લેવું.. આ મિશ્રણ પીવાથી બોડી સ્લીમ થઈ જશે સાથે સાથે સવારના સમયે કે પછી ખોરાક લીધા બાદ,..  એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પી લેવાથી શરીરની ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગવી પણ અટકાવે છે.

● જ્યારે પણ આપણે કોઇ ગરમ ખોરાક ખાઈએ છીએ કે પીએ છીએ ત્યારે આપણેને પરસેવો બહુ નીકળે છે. આવું એટલા માટે થાય છે કેમ કે શરીરનું તાપમાન તેનાથી વધી જાય છે અને પીધેલું પાણી તરત જ તેને ઠંડુ કરવા લાગી જાય છે, ત્યારે જ શરીરનો પરસેવો નીકળે છે. પરસેવો થવાથી ત્વચામાંનું મીઠું બહાર નીકળી જય છે અને શરીર ઘણી અશુદ્ધિઓ દૂર થાય છે.

● મહિલાઓ માટે જ્યારે પીરિયડ્સ ટાઈમ દરમિયાન જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું હુંફાળું પાણી પીવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. સાથે જ માસિક શરૂ થવાના સમયે તે દિવસો દરમિયાનમાં પેટમાં દર્દ થાય છે એવા સમયે ગરમ પાણીમાં ઇલાયચીનો પાવડર મિક્સ કરીને પી લેવો. જેનાથી માસિકનું જે દર્દ હોય તે તો દૂર થશે જ પણ શરીર, પેટ અને માથાના થતા દુખાવામાં પણ સારી એવી રાહત અને આરામ મળશે.

સવારમાં ખાલી પેટે કેવું પાણી પીશો ?

પાણી એક કુદરતી અને નિર્દોષ સ્વરૂપે પ્રવાહી છે તેમ છતાં તેનો જરૂરિયાત કરતા વધુ અતિરેક ઉપયોગ કરવાથી તે કિડની અને સ્નાયુ વગેરેને મોટું નુકશાન પણ કરી શકે છે.


THANKS FOR DAILY VISIT WWW.KAMALKING.IN FOR ALL TYPES OF LATEST UPDATES LIKE JOBS, BHARTI, RECRUITMENT, RESULTS, ANSWER KEY, PAPER SOLUTIONS, MERIT LISTS, HALL TICKETS, CALL LETTERS, CCC EXAM INFORMATION, PARIPATRA, STUDY MATERIALS, SCHOOL USEFUL PATRAK, PDF, FILES ETC

SO KEEP VISITING WWW.KAMALKING.IN REGULARLY AND TELL YOUR ALL FRIENDS ABOUT WWW.KAMALKING.IN