*નીટ-૧માં ઉપસ્થિત વિદ્યાર્થી નીટ-૨માં બેસી જ શકશે*
➖➖〽➖➖〽➖➖〽➖
www.kamalking.in
⏳⌛ સુપ્રીમ કોર્ટ
રાજ્યો તેમની પોતાની પરીક્ષા લઇ શકશે નહીં :
⏳⌛સુપ્રીમ : ૨૪મી જુલાઈના દિવસે નીટ-૨ યોજાશે
⌛⏳ સીબીએસઈના એઆઈપીએમટીને નીટ-૧ પરીક્ષા તરીકે ગણાશે
⏳⌛ સંયુક્ત પરિણામ ૧૭મી ઓગસ્ટે જાહેર થશે
➖➖〽➖➖〽➖➖〽➖
☔ એક મહત્વપૂર્ણ ધટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે નેશનલ ઇલિજીબીલીટી એન્ટ્રેન્સ ટેસ્ટના સંદર્ભમાં ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નીટ-૧માં ભાગ લઇ ચુકેલા વિદ્યાર્થીઓ નીટ-૨માં પણ ઉપસ્થિત રહી શકે છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, નીટ-૧માં પરીક્ષા આપી ચુકેલા વિદ્યાર્થીઓ નીટ-૨માં પણ બેસી શકશે. નીટ-૨ની પરીક્ષા ૨૪મી જુલાઈના દિવસે યોજાશે.સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, *૨૪મી જુલાઈના દિવસે યોજાનાર નીટ-૨ એવા જ વિદ્યાર્થીઓને તક આપશે જે પહેલી મેના દિવસે ઉપસ્થિત રહ્યા ન હતા.
www.kamalking.in
☔ કોર્ટના આદેશ મુજબ પહેલી મેના દિવસની સીબીએસઈના એઆઈપીએમટી નીટ-૧ પરીક્ષા તરીકે ગણવામાં આવશે. કાર્યક્રમ મુજબ ઓલ ઇન્ડિયા પ્રિ-મેડિકલ ટેસ્ટને નીટના પ્રથમ રાઉન્ડ તરીકે ગણવામાં આવશે.* જો કે, એઆઈપીએમટીમાં એપ્લાઈ નહીં કરનાર વિદ્યાર્થીઓને ૨૪મી જુલાઈના દિવસે બીજા રાઉન્ડમાં ઉપસ્થિત રહેવાની તક આપવામાં આવશે. સંયુક્ત પરિણામ ૧૭મી ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવશે. ૩૦મી સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે.
www.kamalking.in
☔ આ ડેટ લાઈન અગાઉના આદેશોને ધ્યાનમાં લઇને આપવામાં આવી ચુકી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, રાજ્યો તેમની પોતાની રીતે પરીક્ષા યોજી શકશે નહીં. કારણ કે નીટના સંદર્ભમાં કેન્દ્રના ધારાધોરણો સૌથી મહત્વપૂર્ણ રહેશે.
www.kamalking.in
☔સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, નીટના લીધે લધુમતિ અથવા તો અન્યોને કોઇ નુકસાન થશે નહીં. કોમન ઓલ ઇન્ડિયા ટેસ્ટ સમયસર યોજવાને લઇને છેલ્લા ધણા દિવસથી રજૂઆત થઇ રહી હતી. બીજી બાજુ જુદા જુદા રાજ્યો દ્વારા પણ આ મામલામાં રજૂઆત કરવામાં આવી હતી.
www.kamalking.in
☔દરમિયાન મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નીટની પરીક્ષાને લઇને અનિતિતાના વાદળો ધેરાયેલા છે ત્યારે આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ અથવા તો ગુજકેટની પરીક્ષા લેવામાં આવનાર છે.
www.kamalking.in
☔આની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ગ્રુપ બીમાંથી ૬૮૨૪૫ વિદ્યાર્થીઓ અને ગ્રુપ એબીમાંથી ૩૯૩૦૩ વિદ્યાર્થીનીઓ અને ૨૮૯૪૨ વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.
www.kamalking.in
☔ગ્રુપ બીમાં ફિજિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષય છે જ્યારે ગ્રુપ એબીમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ગણિત જેવા વિષય છે. બીજી બાજુ ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી હચમચી ઉઠે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કારણ કે વિદ્યાર્થીઓને પણ આના લીધે ફટકો પડશે.
www.kamalking.in
☔ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ ગુજરાત સરકારની બેઠક થઇ હતી જેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમાં અભ્યાસ પણ કરવામાં આવનાર છે.
www.kamalking.in
☔ રાજ્યના વરિષ્ઠ પ્રધાન નીતિન પટેલ કહી ચુક્યા છે કે, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે.
www.kamalking.in